Surat: સુરતમાં મની લોન્ડરિંગ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વેસુમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં આરોપીઓ હવે જેલના સળિયા ગણશે. વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને આ વ્યક્તિઓ પૈસા પડાવતા હોવાનો ખુલાસો થયો છે. 

બન્ને આરોપી બેન્કમાંથી રૂપિયા ઉપાડતા હોવાનું ખુલ્યું છે. અત્યાર સુધીમાં બંને આરોપીઓએ ૧.૭૧ કરોડની રકમ પડાવી પાડી છે. મુંબઈના પોલીસ અધિકારીના નામે ફોન કરી ધમકી આપતા હતા. મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાની ધમકી આપી હતી. નકલી RBI ગવર્નરનો લેટર મોકલી વૃદ્ધને ડરાવતા હોવાનો ખુલાસો થયો છે.