Ahmedabadના ખોખરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં અસામાજિક તત્વો દ્વારા ભારતના સંવિધાનના સર્જક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી તેમનું અપમાન કરવામાં આવ્યું છે. આ ઘટના ખોખરા વિસ્તારમાં કે.કા. શાસ્ત્રી કોલેજની સામે આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર પ્રતિમા સ્થાપિત છે ત્યાં બનેલ છે
પ્રતિમાનું નાક ખંડિત હાલતમાં જોવા મળતાં સ્થાનિકોમાં ગુસ્સાનો માહોલ છવાયો હતો. સ્થાનિક લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું અને વિરોધનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટના માત્ર પ્રતિમા ખંડિત કરવાના કાવતરાની જ નહીં પણ એક વિશેષ સમુદાયની લાગણીઓને ઠેશ પહોંચાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
લોકોના જણાવ્યા અનુસાર આ કૃત્ય કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગઈ કાલે મોડી રાતના સમયે કરવામાં આવ્યું હોવાનો અનુમાન છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તરત જ પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને દોષિતોને પકડવા માટેના પ્રયાસો કરવામાં લાગી છે
આ ઘટના બાદ શાંતિ જાળવવા માટે સામાજિક નેતાઓએ સ્થાનિક લોકોને અપીલ કરી છે. આ પ્રકારની ઘટનાઓ સામાજિક અને સાંસ્કૃતિક શાંતિ માટે ખતરાનું ચિહ્ન છે અને તેને કારણે એકતા અને સાંપ્રદાયિક સદભાવને નુકસાન થઈ શકે છે.