Suratની મા વૈષ્ણોદેવી સેવા સમિતિ દ્વારા ૧૮ થી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ના દરમિયાન માં વૈષ્ણોદેવી, સુવર્ણ મંદિર (અમૃતસર) અને ને ગંગા આરતી (હરિદ્વાર) માટે બુક કરાવેલી આખી ટ્રેન આઇઆરસીટીસીએ : મે રદ કરી દેતા ૧૧૫૦૨ ૦ યાત્રાળુંઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

Surat: દર વર્ષે આખી ટ્રેન યાત્રાળુ સાથે ઉપડે છેઃ રૂા.૯ લાખ ચૂકવી દીધા હતા : સુરતના સાંસદે રેલવે મંત્રીને જાણ કરતા પુનઃફાળવણી

મા વૈષ્ણોદેવી સેવા સમિતિ દ્વારા દર વર્ષે વૈષ્ણોદેવીની યાત્રા યોજવામાં આવે છે. તે માટે રેલવેની આખી ટ્રેન બુક કરવાય છે. જાન્યુઆરીમાં યાત્રા . માટે સમિતિએ ટ્રેન બુક કરાવી કરાવી હતી. હતી તે આઇઆરસીટીસીએ અચાનક ૧૨ ડિસેમ્બરે રદ કરી હતી. ટ્રેનમાં મુસાફરી માટે ૧૧૫૦ યાત્રાળુઓ નોંધાયેલા હતા. પહેલા મંજુરી આપ્યા બાદ સમિતિએ| નિયત રૂા.૯ લાખની રકમ પણ જમા કરાવી દીધી હતી.

સાથે હોટલ અને લકઝરી બસોનું બુકિંગ પણ કરાવી દીધું હતું. જેથી મા વૈષ્ણોદેવી સેવા સમિતિના દિપ શાહ અને ગૌરવ રાઠોડે સુરતના સાંસદને રજૂઆત કરતા તેમણે સબંધિત અધિકારીઓ અને દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વાત કરી હતી. ત્યારબાદ રેલવે મંત્રાલયની સૂચનાથી બુક થયેલી ટ્રેનની પુનઃ ફાળવણી કરવામાં આવી હતી.