Suratની કાપોદ્રા પોલીસે મળેલી હકીકતના આધારે સાગર રોડ સવીપરી સોસાયટીના એક ઘરમાંથી અને ચીકુવાડી નટરાજ ટ્રાવેલ્સની ઉપર શ્રીજી સેલ્સમાં રેડ કરી રૂ.૧.૫૭ લાખની મત્તાની ડુપ્લીકેટ નીવીયા ક્રીમની ૭૯૦ બોટલ કબજે કરી બે વેપારીની ધરપકડ કરી હતી.
Surat: સાગર રોડ સર્વોપરી સોસાયટીના એકઘરમાંથી અને ચીકુવાડી નટરાજ ટ્રાવેલ્સની ઉપર શ્રીજી સેલ્સ પોલીસી રેડ
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા પોલીસે મળેલી હકીકતના આધારે આજે બપોરે સાગર રોડ બીએસએનએલ ઓફિસની પાછળ સવીપરી સોસાયટી મકાન નં. ૧૧ માં રેડ કરી ત્યાંથી ડુપ્લિકેટ નીવીયા ક્રીમની રૂ.૧,૧૧,૪૪૦ ની મત્તાની ૫૬૦ બોટલ સાથે વિપુલ નરોત્તમભાઈ કાછડીયા ( ७.५.४०, રહે.સી/૫૦૧, સહજાનંદ હાઈટસ, યોગીચોક, સરથાણા, સુરત. મૂળ રહે.મેઘાપીપરીયા, તા.કુંકાવાવ, જી.અમરેલી ) ને ઝડપી લીધો હતો.પોલીસે તેની પુછપરછ કરતા તેણે ડુપ્લીકેટ નીવીયા ક્રીમની બોટલ પૂર્વેશ સોજીત્રાની દુકાનેથી લાવ્યાની કબૂલાત કરી હતી. આથી પોલીસે વિપુલને સાથે રાખી કાપોદ્રા ચીકુવાડી નટરાજ ટ્રાવેલ્સની ઉપર દુકાન નં.૨૨ શ્રીજી સેલ્સમાં રેડ કરી હતી.પોલીસને ત્યાંથી રૂ.૪૫,૭૭૦ ની મત્તાની ડુપ્લીકેટ નીવીયા ક્રીમની વધુ ૨૩૦ બોટલ મળી હતી.
પોલીસે ત્યાંથી દુકાનદાર પૂવીશ ગોરધનભાઈ સોજીત્રા ( ઉ.વ.૪૨, રહે. મકાન નં.૨૮, શ્લોક રેસિડન્સી, જે.બી.ડાયમંડ સ્કુલ પાસે, લસકાણા, સુરત. મૂળ રહે.સાપાથર, જી.અમરેલી) ની ધરપકડ કરી કુલ રૂ.૧,૫૧,૨૧૦ ની મત્તાની કુલ ૭૯૦ ડુપ્લીકેટ નીવીયા ક્રીમની બોટલ કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.