Savarkundla શેલાણા ગામે કૂતરા ભસવાની નજીવી બાબતે ચાર શખ્સોએ મળી આંગણવાડી તેડાગર તરીકેની ફરજ બજાવતા મહિલા અને તેના દીકરી સહિતના લોકોને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા વંડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
Savarkundla: શેરીમાં નીકળતાં શ્વાન ભસવા લાગતા ગુસ્સે થઈને પાઈપ લાકડી વડે મહિલા અને દીકરી પર હુમલો કરી દેતા ઘાયલ,ચાર સામે ફરિયાદ શેલણા ગામે આંગણવાડી તેડાગરમાં, ફરજ બજાવતા અસ્મિતાબેન રમેશભાઈ ધરવાડીયા (ઉ.વ.૪૦)ની દીકરી હેતલબેન શેરીના કુતરાઓને ખાવાનું આપતી હોવાથી તેમના ઘરની બહાર શ્વાનો રહ છે.
રસ્તા પર પસાર થતા લોકોને શ્વાનો ભસતા હોય છે. આ ગામના બાલુભાઈ ભોળાભાઈ પોતાના ઘરે જવા માટે મહિલાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કુતરાઓ ભસવા લાગ્યા હતા આથી ગુસ્સે થઈને ગાળો બોલવા લાગ્યા હતા. એ વખતે મહિલાએ ગાળો બોલવાની ના પડતા બાલુભાઈએ મહિલા અને તેની દીકરીને લોખંડની પાઇપ માથામાં તેમજ ‘ હાથ વાંસમાં ઈજાઓ કરી હતી.
આ ઉપરાંત બાલુભાઈની સાથે રહેલા સંજયભાઈ નામના શખ્સે તેમજ કોમલબેન રાજુભાઈ ભાખરાણીએ પણ વાળ પકડી મહિલા અને તેની દીકરી સહિતના લોકોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે બાલુભાઇ ભોળાભાઈ, સંજયભાઈ, ભોળાભાઈ, કોમલબેન રાજુભાઇ ધીરૂભાઈ ભાખરાણી સહિતના લોકો વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.