Bharuch: ઝઘડિયા GIDCમાં બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં આજે ખુબ જ ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. ભરૂચ SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, બાળકી સાથે વિજય પાસવાન નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીના આંતરિક અંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી સળિયો પણ કબ્જે કર્યો હતો. જેના કારણે બાળકીના સ્ટૂલ એરિયા, વજાઈના, યુટ્રસ, લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આજ બાળકી પર આરોપી વિજય પાસવાને એક અઠવાડિયા પહેલા પણ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પરિવારને પોક્સો કેસમાં 10 લાખનું વળતર સરકાર આપશે.

શું છે સમગ્ર મામલો? 

ભરૂચ જિલ્લામાં 10 વર્ષની બાળકીનું તેના ઘરેથી અપહરણ કરીને તેના પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 36 વર્ષીય આરોપી ઝારખંડનો વતની છે. તે પીડિત યુવતીના ઘરની બાજુમાં રહે છે. તેના પિતા સાથે એક જ ફેક્ટરીમાં કામ કરે છે. સોમવારે બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે જ સમયે આરોપી ત્યાં આવ્યો હતો. તેનું અપહરણ કરીને તેની સાથે ઝાડીઓમાં લઈ ગયો. આરોપીએ પીડિતાને પોતાની હવસનો શિકાર બનાવી. આ દરમિયાન તે ચીસો પાડવા લાગી. તેનો અવાજ સાંભળીને માતા તરત જ મદદ માટે પહોંચી. તેણે જોયું કે તેની પુત્રી લોહીથી લથપથ ગંભીર હાલતમાં પડી હતી. તેને ગંભીર આંતરિક ઈજાઓ થઈ છે. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અગાઉ પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. ત્યાં સારવાર ચાલી રહી છે. તેની હાલત હાલ સ્થિર છે. આ કેસમાં પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.