Tata: જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ છેલ્લા બે દિવસમાં નિફ્ટીમાં 464.85 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રોકાણકારોને 4.59 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
છેલ્લા બે દિવસથી શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવાર બાદ મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ દોઢ ટકા સુધી ગબડ્યા હતા. જેના કારણે દેશની ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપમાંથી રૂ. 2.37 લાખ કરોડનું ધોવાણ થયું હતું અને સૌથી વધુ નુકસાન TCS અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને થયું હતું. બંનેના સંયુક્ત માર્કેટ કેપને રૂ. 1 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. છેલ્લા બે દિવસમાં ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના માર્કેટ કેપમાં ભારે નુકસાન થયું છે.
જો સેન્સેક્સની વાત કરીએ તો સોમવારે 1100થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ છેલ્લા બે દિવસમાં નિફ્ટીમાં 464.85 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રોકાણકારોને 4.59 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ચાલો તમને એ પણ જણાવીએ કે શેરબજારમાં દેશની ટોચની 10 કંપનીઓને કેટલું નુકસાન થયું છે.
દેશની સૌથી મોટી IT કંપની TCSના માર્કેટ કેપને બે દિવસમાં રૂ. 56,243.17 કરોડનું નુકસાન થયું છે. જેના કારણે કંપનીનું માર્કેટ કેપ રૂ. 16,18,587.63 કરોડથી ઘટીને રૂ. 15,62,344.46 કરોડ થયું હતું.
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપને બે દિવસમાં 41,612.05 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે કંપનીનું માર્કેટ કેપ રૂ. 17,23,144.70 કરોડથી ઘટીને રૂ. 16,81,532.65 કરોડ થયું હતું.