Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. મળથી માહિતી અનુસાર PMJAY માં પાત્રતા નથી ધરાવતા એ લોકોના કાર્ડ બનાવવામાં આવતા હતા. જેને લઈને 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. જેમની બાદમાં ધરપકડ થશે.

આ ઘટનાને લઈને પ્રાપ્ત માહિતી અનુસાર સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. નોંધનીય છે કે PMJAY માં પાત્રતા નથી ધરાવતા એ લોકોના કાર્ડ બનાવવામાં આવતા હતા. આ સિવાય ઈચ્છો એ લોકોના PMJAY કાર્ડ બનાવી આપવમાં આવતા હતા. કોઈ પાત્રતા નહીં કોઈ દસ્તાવેજની જરૂર નહીં બધું ફેક હતું..

વધુમાં પૈસા ફેંકો કાર્ડ તૈયાર કરાવો એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે હવે પોલીસે આ ઘટનાને પગલે 6 લોકોની અટકાય કરી છે. અમદાવાદ નહીં ગુજરાત નહીં દેશભરમાં આ કૌભાંડ થતી હોવાની આશંકા છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.