Upletaના ગધેથડ ગામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે તા. ૧૫ના રોજ ગુરુદત્ત જયંતી ઉજવાશે. આ પ્રસંગે ગુરુપૂજન, અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. તથા ઉપલેટા સહિત ૧૧૫ ગામોમાં ધુમાડાબંધ મહાપ્રસાદ યોજાશે.
Upleta: લાલબાપુના સાનિધ્યમાં યોજાનારો ધર્મોત્સવઃ ૧૧૫ ગામોમાં મહાપ્રસાદનું થયેલું આયોજન
ગુરુદત્ત જયંતિ નિમિત્તે તા. ૧૫ના, પૂ. લાલબાપુના સાનિધ્યમાં ગુરુપૂજનનું આયોજન ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગમાં આશરે ૧.૫ લાખ જેટલા ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથો સાથ ઉપલેટા સહિત એક ૧૧૫ ગામમાં ધુમાડાબંધ મહાપ્રસાદનું પણ આયોજન | કરવામાં આવ્યું છે. તથા ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નીરણ, ચકલા માટે ચણ, | કુતરા માટે લાડવા, માછલા માટે બુંદી ।
અને કીડી માટે વિતરણ થશે.
ગધેથડ ગાયત્રી આશ્રમમાં ગુરુદત્ત જયંતિ નિમિત્તે ૨૫ વિશ્વામાં ભોજનાલયનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાના હોવાથી વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ કાર્યક્રમને દીપાન્વીત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી રહ્યા છે સાથે આજ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો છે.