Jamnagarમાં ધરારગર વિસ્તારમાં રહેતા એક શખ્સે એક મહિલાના ઘરમાં મધરાતે ઘૂસી જઈ મહિલા પર નિર્લજ્જ હુમલો કરી કપડાં ફાડી નાખ્યા હતા તથા બચાવવા માટે આવેલા પુત્ર ને પણ માર માર્યો હતો અને જ્યારે ઘરમાં તોડફોડ કરી નાખ્યાની ફરિયાદ નોંધાવાઈ છે.
Jamnagar: મહિલાએ બૂમાબૂમ કરતા તેને પુત્ર જાગીને વચ્ચે પડતા તેને માર મારી ઘરમાં તોડફોડ કરી આરોપી ફરાર
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, એક પરિણીતા ગત રાત્રે પોતાના ઘરમાં બાળકો સાથે સૂઈ રહી હતી, ત્યારે રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં ધરારનગરમાં રહેતા જાવેદ જમાલભાઈ ખુંભીયાએ દરવાજો ખોલાવડાવી અંદર પ્રવેશી પરિણીતાને અડપલાં કરી કપડાં ફાડી નાખી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે મહિલાએ બુમાબુમ કરતાં તેનો પૂત્ર જાગી ગયો હતો, અને તે વચ્ચે બચાવવા પડતાં જાવેદે તેની સાથે ઝપાઝપી કરી મૂઢમાર મારી ઘરનો સામાન ફેંકી તોડફોડ કરી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે સીટી સી. ડીવીઝન પોલીસે આરોપી જાવેદ જમાલભાઈ ખુંભીયા સામે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.