ગુજરાતમાં છેલ્લા ૩ દિવસની સરખામણીએ ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. Naliaમાં ૮ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ ગુજરાતના તાપમાનમાં વધારે ફેરફારની સંભાવના નહિવત્ છે.
અમદાવાદમાં ૧૩.૩ ડિગ્રી : દિવસે ૧૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં ઠંડીનો ચમકારો
ગત રાત્રિના અમદાવાદમાં ૧૩.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં ૦.૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે સવારે ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાતાં દિવસે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજે ૨૬ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૩ ડિગ્રી ઘટ્યું હતું. | આગામ તાપમાન ૧૪ ડિગ્રી જ્યારે મહત્તમ | તાપમાન ૨૭ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. રાજકોટમાં સળંગ ત્રીજા દિવસે ૧૦ ડિગ્રીથી નીચું સરેરાશ | લઘુતમ તાપમાન હતું. અન્યત્ર જ્યાં ૧૪ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, દાહોદ, વડોદરા, ભુજ, | ગાંધીનગર, અમરેલી અને ડાંગનો પણ | સમાવેશ થાય છે.