Ahmedabad-રાજકોટ ખાતે આવેલી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલનું રૂપિયા ૬૪ કરોડના ખર્ચે વિસ્તરણ કરવામાં આવશે.
Ahmedabadમાં છેલ્લા ૬ વર્ષમાં હૃદયરોગના ૧૦ હજાર કરતાં વધુ બાળદર્દીને સારવાર અપાઇ
અમદાવાદમાં કાસિન્દ્રા ખાતે આવેલી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલે ગત મહિને ૨૦ નવેમ્બરના જ સાતમાં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા ૬ વર્ષમાં ૧૦ હજાર કરતાં પણ વધુ હૃદયરોગના બાળ દર્દીઓને વિના મૂલ્યે આ હોસ્પિટલથી સારવાર મળેલી છે. હવે આ સેવા યજ્ઞનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે રૂપિયા ૬૪ કરોડના ખર્ચે અમદાવાદના નવા | ૬ ઓપરેશન થિયેટર, રાજકોટમાં ૪ ઓપરેશન થિયેટર-આઇસીયુનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે. રાજકોટમાં રૂ. ૧૬.૫૧ કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ તેમજ તેના વિસ્તરણ, અમદાવાદમાં ૬ નવા ઓપરેશન થિયેટર માટે રૂ. ૧૮.૪૨ કરોડ, નવા સર્જિકલ કાર્ડિયાક યુનિટ્સ માટે: રૂ. ૯.૩૨ કરોડ, નર્સિંગ કોલેજ માટે રૂ. ૨૦ કરોડ ખર્ચાશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે અમદાવાદમાં કાસિન્દ્રા ખાતે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની ખાસ મુલાકાત લેશે. દિલ વિધાઉટ બિલ તરીકે જાણીતી આ હોસ્પિટલમાં અમદાવાદ ખાતે ૧૦ હજાર કરતાં વધુ હૃદયરોગના બાળ દર્દીને વિના મૂલ્યે સારવાર અપાઈ છે.