Gujarat: અમદાવાદ સામાન્ય રીતે પાસપોર્ટ અરજાદારોની સંખ્યામાં સતત વધારો થતો હોય છે. પરંતુ હાલ રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને પાસપોર્ટ અરજાદારોના પ્રમાણમાં ૧૦ટકા જેટલો ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં જ ૩૫.૧૩ જેટલા પાસપોર્ટ અરજદારો નોંધાયા છે. આ વર્ષે પણ પ્રારંભમાં પાસપોર્ટ અરજદારોની નોંધપાત્ર સંખ્યા જોવા મળી હતી. પરંતુ હાલ તેમાં ઘટાડો નોંધાયો છે.
આ અંગે રીજિયોનલ પાસપોર્ટ ઓફિસર અભિજીત શુક્લાએ જણાવ્યું કે, ‘દિવાળી બાદ પાસપોર્ટ અરજદારોમાં ઘટાડો થયો છે. દિવાળી અગાઉ રોજના ૩૫૦૦ જેટલા અરજદારો હતા અને તે હવે ઘટીને ૩ હજારની આસપાસ છે. આમ, દિવાળી બાદ અરજદારોમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થયો છે. પાસપોર્ટ અરજદારોના વેઇટિંગમાં પણ હાલ ઘણો જ ઘટાડો છે. પ્રત્યેક અરજદારને શક્ય તેટલી ઝડપથી તટલા પાસપોર્ટ પાસપોર્ટ ઈશ્યુ થાય મ તેના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.’
આરપીઓ અમદાવાદમાંથી ૨૦૨૦માં ૩.૧૩ લાખ, ૨૦૨૧માં ૪.૩૨ લાખ, ૨૦૨૨માં ૬.૪૩ લાખ, ૨૦૨૩માં ૮.૭૦ લાખ અરજી આવી હતી. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ના આ સમયગાળામાં આરપીઓ અમદાવાદથી ૨૨.૧૬ લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે.