બેટ દ્વારકા ખાતે આવેલા બેટ Dwarkadhishji મદિરે ધનુમાસ નિમિત્તે તા. ૧૪મી ડિસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી સુધી એક માસ માટે દર્શનના સમયમાં ફેરફાર થશે.

શ્રી બેટ મંદિરોમાં ધર્મુનાસ સબબ (એક માસ) દર્શનનો ક્રમમાં માગસર સુદ ૧૪ને શનિવારનાં તા. ૧૪નાં રોજ ઉત્થાપન થી શયન સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી, માગસર સુદ ૧૫ ને રવિવારનાં તા.૧૫ થી તા.૯-૧ સુધી મંગલા થી મીઠાજળ સવારે ૭ થી ૧૨ વાગ્યા સુધી, ઉત્થાપન થી શયન સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી.જ્યારે પોષ સુદ્ તા.૧૧-૧ને શુક્રવાર તા. ૧૦ના રોજ મંગલાથી મીઠાજળ સવારે ૭ થી ૧૨ વાગ્યા સુધી, ઉત્થાપન થી શયન બપોરે ૩થી ૬ વાગ્યા સુધી. પોષ સુદ ૧૨ ને શનિવાર તા.૧૧- ૧ના રોજ મંગલા થી મીઠાજળ સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી, ઉત્થાપન થી શયન બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી.

પોષ સુદ ૧૪ રવિવાર તા.૧૨- ૧નાં રોજ મંગલાથી મીઠાજળ સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી, ઉત્થાપન થી શયન બપોરે ૪ થી ૭ વાગ્યા સુધી, પોષ સુદ ૧૫ સોમવાર તા. ૧૩-૧થી ૧૪-૧ સુધી મંગલાથી મીઠાજળ સવારે ૭ થી ૧૨ વાગ્યા સુધી, ઉત્થાપન થી શયન સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી. પોષ વદ ૧ મંગળવાર તા.૧૫ના રોજ મકરસંક્રાંતિનાં દર્શનનો સમય મંગલાથી મીઠાજળ સવારે ૭.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી, ઉત્થાપન થી શયન સાંજે ૪.૩૦ થી ૮ વાગ્યા સુધી રહેશે. તેમ બેટ દેવસ્થાન સમિતિની યાદીમાં જણાવાયું છે. ૯મી સુધી સવારે ૭થી ૧૨ મંગળાથી મીઠાજળ જ્યારે ૪થી ૭ ઉત્થાપનથી શયનના દર્શન યોજાશે