Surat મહાનગરપાલિકા સંચાલતિ સરથાણાના નેચરપાર્કમાં એક જળ બિલાડીએ એક સાથે સાત બચ્ચાને જન્મ આપ્યો છે. વર્ષ-૨૦૦૬માં સુરતના વિનાશક પૂરમાં બે જળબિલાડી ફાયર વિભાગે રેસ્ક્યુ કરી હતી ત્યારથી તે દેશમાં ફેમસ બની હતી.
Surat: સમગ્ર દેશના પ્રાણી સંગ્રહાલયમાં પહેલો કિસ્સોઃ ર૦૦૬ના પૂરમાં જળબિલાડીની જોડી તણાઈ આવી હતી
Suratનું નેચર પાર્ક ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જળ બિલાડી ના બ્રીડીંગ માટે વિખ્યાત થઈ ગયું છે. અહી ૬ ડિસેમ્બરે જળ બિલાડીએ એક સાથે સાત બચ્ચાને જન્મ આપ્યો છે. ઈન્ચાર્જ ઝુ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાજેશ પટેલે જણાવ્યું કે, નેચરપાર્કમાં કેપ્ટીવીટીમાં રાખવામાં આવેલી જળબિલાડીઓ પૈકી એક માદા હતી તેણે સાત બચ્ચાને જન્મ આપ્યો છે. ૨૦૦૮થી બ્રિડીંગમાં અત્યારસુધી વધુમાં વધુ ચાર બચ્ચાનો જન્મ થયો છે.
પહેલીવાર સાત બચ્ચાનો જન્મ સમગ્ર ભારતના પ્રાણી સંગ્રહાલતમાં પહેલો કિસ્સો હોવાનો તેમણે દાવો કર્યો છે. સુરતમાં વર્ષ ૨૦૦૯ના પૂરમાં અહીં જળ બિલાડીની જોડી તણાઈ આવી હતી. ત્યારબાદ વન વિભાગે એક મેલ જળબિલાડી આપી હતી. અને સફળ બ્રિડિંગ થતાં કુલ ૫૦ જળ બિલાડી થઈ છે સુરતથી ૧૯ જળ બીલાડી ભારતભરમાં અન્ય ઝૂ સાથે પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ એક્સચેન્જ કરી તેની સામે અન્ય પ્રાણીઓ । મેળવવામાં આવ્યા છે.