ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપી બંદૂક બતાવી રૂ. એક કરોડની લૂંટ ચલાવવાના સુરતના ચકચારભર્યા કેસમાં આરોપી રોહિત ઠુમ્મરની જામીન અરજી ગુજરાત High Court આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કેસની ગંભીરતા અને ગુનાનો પ્રકાર જોતાં High Court આરોપી રોહિત ઠુમ્મરને જામીન આપવાનો સાફ ઈન્કાર દીધો હતો.
હીરાના મશીનો બનાવતી કંપનીના પૈસા વાહનમાં ટ્રાન્સફર કરવા દરમિયાન રસ્તામાં લૂંટ ચલાવાઈ હતી ચકચારભર્યા કેસની વિગત મુજબ ,, આરોપી રોહિત ઠુમ્મરને ઝડપી લીધો
સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા મશીનો બનાવતી એક કંપની તરફથી કતારગામ પોલીસ મથકમાં સનસનાટીભરી . આ લૂંટના બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મુજબ, ફેબ્રુઆરી-૨૦૨૪માં કંપનીની એક શાખામાંથી રૂ.એક કરોડની માતબર રકમ લઈને કંપનીના કર્મચારીઓ બીજા શાખાના સેફ વોલ્ટમાં મૂકવા જતા હતા તે દરમ્યાન રસ્તામાં આરોપી રોહિત, ઠુમ્મરે ગાડી આંતરી પોતાની ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપી હતી અને બાદમાં કર્મચારીઓને ડરાવી ધમકાવી તે ગાડીમાં બેસી ગયો હતો. એ પછી તે કર્મચારીઓને બંદૂક બતાવી તેઓને નીચે ઉતારી ગાડીમાંના પૈસા, કર્મચારીઓના મોબાઇલ ને બધુ લઈને ગાડી સાથે જ રફુચક્કર થઈ ગયો હતો.
સુરત પોલીસે ભારે જહેમત બાદ હતો. તેની તપાસમાં ચોંકાવનારો | ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, લૂંટની આ ઘટના પાછળનો મુખ્ય સૂત્રધાર કંપનીનો જ કર્મચારી નરેન્દ્ર દુધાત છે. દુધાતે કંપનીમાંથી આઠ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. પોલીસ તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો હતો કે, રોહિત ઠુમ્મરે જે બંદૂક બંદૂક બતાવી હતી, તે નકલી હતી. આરોપીએ હાઇકોર્ટ સમક્ષ જામીનઅરજીમાં બચાવ રજૂ કર્યો હતો | કે, તેણે જે બંદૂક બતાવી હતી, તે નકલી હતી, વળી, ગાડીમાં જે રૂપિયાની વાત છે, તેમાં ખરેખર કાગળિયા હતા. મુખ્ય સૂત્રધાર નરેન્દ્ર દૂધાત છે. જો કે, સરકારપક્ષ તરફથી આરોપીની જામીન અરજીનો સખત વિરોધ કરાયો હતો., જેને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે આરોપી રોહિત ઠુમ્મરના જામીન ધરાર ફગાવી દીધા હતા.