Dwarkaમાં કથાકાર આધેડ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધાક ધમકી આપતા ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. તેમણે ત્રણ વર્ષ પૂર્વે વ્યાજે લીધેલા રૂા. ૨.૨૫ લાખનાં બદલામાં રૂા. ૪ જ લાખ ચૂકવ્યા છતાં પુત્રને ધમકાવીને વ્યાજખોરોએ ૧૮ ચેક પણ ૧ લઇ લીધાનું ફરિયાદમાં લખાવાયું હતું.
Dwarka: ત્રણ વર્ષ પૂર્વે વ્યાજે લીધેલા રૂા. ૨.૨૫ લાખના રૂા. ૪ લાખ ચૂકવ્યા છતાં પુત્રને ધમકાવીને ૧૮ ચેક લઈ લીધા
દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના ૫૪ વર્ષના આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા નારણ લખમણ ચાવડા પાસેથી પાંચ ટકાના વ્યાજ દરથી રૂપિયા સવા બે લાખની રકમ | વ્યાજ લીધી હતી. ફરિયાદી કાનદાસભાઈ બાવાજીએ આજદીન સુધી રૂપિયા ચાર લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી. પરંતુ આ પ્રકરણના આરોપીઓ નારણ લખમણ ચાવડા, પ્રવીણ નારણ ચાવડા, કૌશિક નારણ ચાવડા અને દ્વારકામાં આહીર સમાજ વાડી પાસે રહેતા માલદે આહીર નામના ચાર શખ્સોએ
કાનદાસભાઈને અવારનવાર ધાકધમકી આપી, અને તેમના પુત્ર તેમજ પત્નીને ફોન કરી, વ્યાજના પૈસા તેમજ મૂળ રકમની ઉઘરાણી કરી હતી. આટલું જ નહીં, ફરિયાદી કાનદાસભાઈના દીકરા પાસે તેના બેન્ક એકાઉન્ટના રૂપિયા ૨૫,૦૦૦ની રકમ ભરેલા ૧૬ ચેક તેમજ રૂપિયા ૭૫,૦૦૦ ની રકમ ભરેલા બે ચેક લઈ લીધા હતા. આ પ્રકરણમાં આરોપીએ જો તેઓ પૈસા નહીં આપે તો માર મારવાની ધમકી આપી, પરેશાન કરતા હોવાથી આસમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ચારે આરોપીઓ સામે નાણા ધીરધાર અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.