Jamnagar મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯ ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર મંગળવારે મોડી સાંજે જામનગર એસીબીના હાથે રૂપિયા ૨૨,૦૦૦ ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા છે. એક કર્મચારીની હાજરી પૂરવા માટે લાંચની માંગણી કરતાં જામનગરની એ.સી.બી.ની ટીમે સફળ ટ્રેપ ગોઠવી રંગે હાથ ઝડપી લીધા હતા.

મહિલાના પૌત્ર પાસેથી રૂા. ૨૨ હજારની લાંચ માગતાં એસીબીના છટકામાં બન્ને આબાદ સપડાયા

Jamnagar મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૯ ની ઓફિસમાં સેનીટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રકાશ મકવાણા કે જેણે પોતાના એક કર્મચારી ની હાજરી પૂરવા માટે રૂપિયા ૨૨,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ આપવી ન હોવાથી કર્મચારીએ જામનગર એસીબી નો સંપર્ક સાધ્યો હતો, અને મંગળવારે મોડી સાંજે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જે દરમિયાન સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્રકાશ મકવાણા રૂપિયા ૨૨,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતાં જામનગર એસીબી ની ટીમના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

જેની અટકાયત કરી લઈ | એસીબી શાખા ની કચેરીએ લઈ જવામાં આવ્યા છે, અને તેની સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ એસીબીની ટ્રેપને લઈને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે દોડધામ મચી ગઈ હતી.