Dahod: એક સમયે મજૂરી માટે રાજ્યમાં ભટકતી દાહોદની મહિલાઓ હવે આંતરરાષ્ટ્રીય નાગરીકોને કળાની તાલીમ આપે દ પે છે. દાહોદની ૩ મહિલાઓએ તાજેતરમાં અમદાવાદ ખાતે ફ્રાંસના ૨૪ નાગરીકોને આદિવાસી કળાની તાલીમ આપી હતી.
Dahod: ફ્રાંસના નાગરીકો મોતીમાંથી નેકલેસ અને બ્રેસલેટ બનાવવાની પરંપરાગત આદિવાસી કળા શિખ્યા
દાહોદ જિલ્લામાં આદિવાસી મહિલાઓના ઉત્થાન માટે ૨૪ વર્ષથી કામ કરતી સંસ્થા સહજના સંસ્થાપક જબીન જાંબુઘોડાવાલાએ કહ્યું હતું કે ગુજરાતમા વિદેશી નાગરીકો પ્રવાસે આવે ત્યારે જો તેઓને આદિવાસી કલા શિખવાની ઇચ્છા હોય તો સરકાર અમારો સંપર્ક કરે છે.
અમે આદિવાસી બહેનોને વિદેશી નાગરીકોને તાલીમ આપવા માટે મોકલીએ છીએ. અમદાવાદમાં તાજેતરમાં ફ્રાંસના ૨૪ નાગરીકો આવેલા જેમાં મહિલાઓ અને પુરૂષોનો સમાવેશ થાય છે. તેમને દાહોદના લીલાબેન પરમાર, શર્મિષ્ટા તડવી અને ઉષાબેન ચૌહાણે મોતીકામની તાલીમ આપી હતી જેમાં મોતીમાંથી નેકલેસ અને બ્રેસલેટ બનાવવાની કળા વિદેશીઓ શિખ્યા હતા.