Vadodara વડોદરા શહેરમાં શિયાળાની તીવ્ર ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. ગરમીનો પારો અચાનક ચાર ડિગ્રી ઘટીને સડસડાટ ૧૧ ડિગ્રી પર પહોંચી જતા કડકડતી ઠંડીમાં લોકો ઠુઠવાવા લાગ્યા હતાં.
Vadodara: દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિઃ ઉત્તરના ઠંડા પવનોએ ઠંડી વધારી
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર માસની | શરૂઆતથી ઠંડીનું જોર વધવા લાગ્યું હતું ને ધીરે ધીરે ઠંડીનો અનુભવ લોકોને અને થવા લાગ્યો હતો જો કે છેલ્લા ત્રણ દિવસથી ફરી ગરમીનો પારો ઉંચે ચડયો હતો અને બપોરે ગરમીનો અહેસાસ લોકો કરતા હતાં. ગઈકાલથી ફરી ઠંડીનું જોર વધ્યું હતું અને લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગઇકાલે ન્યૂનતમ તાપમાન ૧૫ ડિગ્રી જેટલું હતું.
પરંતુ આજે તાપમાનનો પારો અચાનક ચાર ડિગ્રી ગગડી ગયો હતો અને ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાનખાતાના જણાવ્યા મુજબ આજે મહત્તમ પારો ૩.૪ ડિગ્રી ગગડીને ૨૬.૪ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ પારો ૪.૨ ડિગ્રી ગગડીને ૧૧ ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ઉત્તર અને પશ્ચિમના ઠંડા પવનોની ગતિ ૯ કિલોમીટર પ્રતિ કલાક હતી. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૫૯ અને સાંજે ૨૨ ટકા હતું. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.