વડોદરા: દુનિયામાં હવે દરેક ક્ષેત્રમાં ભારતીયોની બોલબાલા વધી રહી છે અને તેમની જરુરિયાત પણ વધી રહી છે. આપણી પાસે વિજ્ઞાનને આગળ વધારવા માટે જ્ઞાન સર્જનનો એક સમૃધ્ધ વારસો પણ છે. તેને ધ્યાનમાં રાખીને એક વાઈબ્રન્ટ ઈકો સિસ્ટમ બનાવવાની જરુર છે તેમ ISROના ચેરમેન ડો.સોમનાથે પારુલ યુનિવર્સિટીમાં યોજાયેલા ઈન્ડિયાસ ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટ નેશન્સના કોક્લેવમાં સંબોધન કરતા જણાવ્યું હતું.
ISRO: જીવન સફળતાઓનો નહીં પણ નિષ્ફળતાઓનો સરવાળો છે, શ્રેષ્ઠ બનવા માટે પોતાને ઓળખવાની જરુર
આ કોન્ફ્લેવમાં હાજર રહેલા ભારતના પૂર્વ ડિપ્લોમેટ ડો. શશિ થરુરે વિદ્યાર્થીઓને કહ્યું કહ્યું હતું કે, તમારે શ્રેષ્ઠ બનવા માટે તમારે તમને પોતાને ઓળખવાની અને જાત સાથે જોડાવાની જરુર છે. દરેક વ્યક્તિ પાસે આ ક્ષમતા રહેલી પણ છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે, અસફળતા માત્ર એક ઘટના છે. જીવન એ નિષ્ફળતાઓનો સરવાળો છે અને સફળતાઓનો નહીં.
પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.દેવાંશુ પટેલે કહ્યું હતું કે, નાના કામ પણ વધારે સારી રીતે કરીને તમે લીડર બની શકો છો અને મહાનતા તરફ આગળ વધી શકો છો.