સુરત: Amroliમાં અંજની ઈન્ડસ્ટ્રીયલમાં શુક્રવારે સવારે રહસ્યમંય ઈજા પામેલી પામેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તેના મોત અંગે શંકા કુશંકાઓ તેના સંબંધીઓ સેવી હતી.
Amroli: ચાર દિવસનો પગાર લઈ નીકળી ગયો હતો : ઈજાગ્રસ્ત હાલતમાં મળતા મોત અંગે સબંધીઓએ શંકા વ્યક્ત કરી
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પરવત પાટીયા વિસ્તારમાં રહેતો ૩૦ વષીય બાબુલા બિજય જૈના શુક્રવારે સવારે અમરોલીમાં અંજલી ઇન્ડસ્ટ્રીયલમાં નવી બંધાતી બિલ્ડીંગની કન્ટ્રકશનની સાઈડ પાસે મૃત હાલતમાં મળ્યો હતો. જોકે તેના માંથામાં, ચહેરા ઉપર, બંન્ને હાથ, બંન્ને પગ સહિતના ભાગે ઈજા નિશાન મળતા પોલીસે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. બાબુલાના સંબંધીએ કહ્યુ કે, બાબુલા પરવત પાટીયા ખાતે સંચાખાતામાં કામ રહતો હતો. જોકે ગુરુવારે ખાતાના સુપરવાઇઝરે મંગાવેલુ ભોજન જમ્યો હતો.
બાદમાં તે ચાર દિવસનો પગાર લઈને ક્યાં નીકળી ગયો હતો. જોકે તે ત્યાં કંઈ રીતે પહોચ્યો કે શું કામ ત્યાં ગયો, તે ખબર નથી, તેની હત્યા થઈ હોવાની શંકા છે. સ્મીમેરમાં તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, તેના ચહેરા અને છાતીના ભાગે ઈજા થવાથી મોત થયુ હતુ. જોકે તેની ઈજા જે પ્રકારના ઈજા છે તે પડી જવાથી થાય તેવા છે. જયારે અમરોલી પોલીસે જણાવ્યુ કે, ઉપરના માળે પડી જતા જવાથી તેની મોત થયુ હોવાની શક્યતા છે. જોકે તપાસ બાદ હકીકત જાણવા મળશે. બાબુલા મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તેના પરિવાર વતનમાં રહે છે. જોકે તેની પાસે મળેલા આઇ ડી પ્રુફ અને મોબાઇલ નંબર સહિતના કાગળના આધારે ઓળખ થઇ હતી.