સૌરાષ્ટ્ર સહિત રાજ્યમા ગત બે દિવસ ગુલાબી ઠંડી પણ ગાયબ રહ્યા બાદ આજથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અને હજુ તાપમાનમાં ૪ સે. સુધી ઘટાડો થવા આગાહી છે. પશ્ચિમોત્તર ભારતમાં કોલ્ડવેવની આગાહી છે તેની અસર ગુજરાતને પણ પડી શકે છે. આજે નલિયા ૧૩.૨, Junagadh ૧૩.૯, કેશોદ ૧૪.૬, રાજકોટમાં ૧૫.૨ સે. તાપમાન સાથે મોટાભાગના સ્થળે સવારે ઠંડીનો અનુભવ થયો હતો.

કેશોદ, મહુવા, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર સહિત સ્થળે ૧૬ સે. નીચે

તાપમાન પણ મોટાભાગનાસ્થળોએ ૩૧ સે.ની નીચે ઉતર્યું હતું. મહુવા, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, કંડલા એરપોર્ટ સહિતના સ્થળે સવારનું ન્યુનત્તમ તાપમાન ૧૬ સે.ની નીચે રહ્યું હતું . આ તાપમાન ૧૦ સે. નજીક પહોંચી શકે છે.

બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજકોટ સહિતના સ્થળે આજે આકાશમાં છૂટાછવાયા પાંખા વાદળો સર્જાયા હતા અને હવામાન ધુંધળુ બન્યું હતું.