Gujarat: ગુજરાતમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર bz ફાઈનાન્સના મોબાઇલ અને લેપટોપ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ક્રાઇમ વિભાગ દ્વારા જબ્બે કરવામાં આવેલ લેપટોપમાં એજન્ટના ફોન નંબર અને પૈસાના વ્યવહારની માહિતા મળી આવી હતી. 

ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે. 

કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ કરવામાં આવી છે. CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ 316 (5), 318 (4) 61 (2)ની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ અને BZ ગ્રુપે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ઓફિસો ખોલી ફ્રોડ કર્યાનો આરોપ છે. CID ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર ફરિયાદી બન્યા હતા. ભૂપેન્દ્રસિંહ સહિત તેના મળતિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.