Jamnagar ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાખાના મેનેજરે ૮૦ જેટલા બેંક ખાતામાંથી રૂા. ૧,૫૬, ૫૭,૯૯૩ની ઉચાપત કર્યાની નવ મહિના પહેલાં પોલીસમાં ફરિયાદ થયા પછી ધ્રોલ પોલીસે યુપીના કાનપુરમાંથી પકડી પાડ્યો હતો, અને સાત દિવસના રિમાન્ડ પર લીધો છે.
Jamnagar: સેન્ટ્રલ બેન્કનો મેનેજર ૮૦ ગ્રાહકોનાં ખાતામાંથી રૂા. ૧.૫૬ કરોડ સેરવી લઈને ઉત્તરપ્રદેશ તરફ નાસી ગયો હતો
પ્રોલના લતીપર ગામમાં શાખા, ધરાવતી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના શાખા મેનેજર નયનકુમારસિંગ રાધાવિનોદ સિંગે પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી તે શાખામાં ખાતા ધરાવતા ગ્રાહકોની માગણી કે મંજૂરી વગર જ તેમના ખાતામાં લોન લિમિટનો ઉપયોગ કરી વાઉચર કે ચેક મેળવ્યા વગર ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી રૂા.૧,૫૯,૫૭,૯૯૩ મેળવી તેની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ આરોપીને પ્રોલ પોલીસે તાજેતરમાં ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી | દબોચી લીધો હતો. તેની વિધિવત ધરપકડ કરાયા પછી રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આ આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે.
આ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે ઉચાપત કરેલી રકમ પોતાના સગા સંબંધીઓના ખાતામાં નાખી હતી, જે ઉપાડીને તેના વતનમાં કાર ખરીદી લીધી હોવાનું કબુલ્યું હતું, જ્યારે કેટલીક જમીન મિલકત વગેરેમાં પણ રોકાણ કરી નાખ્યું હોવાની કબુલાત આપી છે. જેથી પ્રોલ પોલીસ દ્વારા તેના વતનમાં તપાસનો દોર આગળ ધપાવવામાં આવી રહ્યો છે.