Vadodara, મંગળવાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમ જ ખેતીમાં પડતી મુશ્કેલીનો ઉકેલ આવે તે હેતુથી વડોદરા જિલ્લામાંથી પાટીદાર સમાજ ફરી એકવાર એક થઈને લડત આપવાની તૈયારી કરી રહ્યો છે.

સમસ્ત પાટીદાર સમાજને એક મંચ પર આવવા આહવાન,વડોદરામાં એક લાખ પાટીદારો મળશે ખેડૂતોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે

Vadodara જિલ્લા ના કાયાવરોહણ ખાતે પાટીદાર સમાજ સંગઠનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજની જુદી જુદી જ્ઞાતિના આગેવાનો સહિત ચાર હજાર જેટલા લોકો હાજર રહ્યા હતા.પાટીદાર સમાજ સંગઠનના જીયાતલાવડી ખાતેના પ્રમુખે કહ્યું હતું કે, અમારા સંગઠનો મુખ્ય ઉદેશ મધ્ય ગુજરાતમાં સમસ્ત પાટીદાર સમાજને એક કરવાનો તેમજ ખેડૂતોને ન્યાય અપાવવાનો છે.

અને પોષણક્ષમ ભાવ મળતા નથી અને પાણીના ધાંધિયા છે તે મુદ્દે અમે એક થઈને લડત આપીશું.જ્યારે સમાજના કુરિવાજો સામે પણ જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવશે. આગામી બે મહિનામાં વડોદરામાં સંમેલન બોલાવવામાં આવશે જેમાં એક લાખ જેટલા પાટીદારો હાજર રહેશે.વડોદરામાં પહેલીવાર શક્તિપીઠ અને સરદાર પટેલનું મંદિર બનાવવામાં આવનાર છે.