હાઇજીન જાળવવા માટે આપણને દરરોજ સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે.  

સ્નાન કરવાથી શરીરના મૃત કોષો અને કીટાણુઓ સાફ થઈ જાય છે  

પરંતુ શું ખરેખર દરરોજ ખાસ કરીને શિયાળામાં સ્નાન કરવું જરૂરી છે?  

નિષ્ણાંતોના મતે દરરોજ સ્નાન કરવાથી તમારી ત્વચાને નુકસાન થાય છે.  

સ્નાન કરવાથી ત્વચાના મૃત કોષોની સાથે આપણી ત્વચાનું નેચરલી ઓઇલ પણ દૂર થાય છે અને તેના કારણે ત્વચા શુષ્ક બને છે.  

સ્નાન કરતી વખતે ઉપયોગમાં લેવાતા સાબુ અને શેમ્પૂમાં રહેલા રસાયણો પણ ત્વચાને નુકસાન પહોંચાડે છે.  

ત્વચાના નેચરલ ઓઇલમાં સારા બેક્ટેરિયા હોય છે, જે ત્વચાને ચેપથી બચાવે છે.