Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અટલાદરા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળાનું મકાન નવું બનાવવામાં આવશે. આજરોજ નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Vadodara: અટલાદરામાં ૪.૫૦ કરોડના ખર્ચે નવા મકાનનું ખાતમુહૂર્ત : ૨૫ ક્લાસ બનશે

અહીં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ | બે પાળીમાં બેસે છે. સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા ૨૩ ઓરડાનું નિર્માણ અંદાજિત ૪.૫૦ કરોડના ખર્ચે થનાર છે. હાલ શાળાનું મકાન જૂનું થઈ ગયું હોવાથી નવું બનાવવાનો નિર્ણય અગાઉ કરવામાં આવ્યો હતો. શાળાના પ્રાંગણમાં | જ નવું બિલ્ડીંગ બન્યા બાદ જૂનું બિલ્ડીંગ ડિમોલીશ કરવામાં આવશે તેમ જાણવા | મળ્યું છે. ટૂંક સમયમાં તરસાલી, અકોટા શહેર વગેરે વિસ્તારની ૧૦ જેટલી

પ્રાથમિક શાળાઓના નવા મકાનનું ખાતમુહૂર્ત થશે. આશરે ૨૫ કરોડના ખર્ચે આ મકાનો બનશે તેમ જાણવા મળ્યું છે. હજુ ગયા મહિને જ દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા એકતાનગરના નવીન શાળાના પ્લોટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં બંને પાળીમાં ૧૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. મહાનગર પાલિકા દ્વારા શાળાના નિર્માણ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો છે.