Suratના અંબાજી રોડ વિસ્તારમાં શીવ બાબા સાર્વજનિક ટ્રસ્ટ ચલાવતી આધેડ મહિલા પાસેથી પાંડેસરાની હ્ મન એન્ડ નેચરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સંચાલકે આ થક જરૂરિયાતના બહાને ત્રણ મહિનાના વાયદે લીધેલા રૂ. ૧૬ લાખ પરત નહીં આપી ધક્કે ચડાવી રાતોરાત ઘર ખાલી કરી અન્ય રહેતા જતો રહ્યો છે.
પાંડેસરાના હ્યુમન એન્ડ નેચરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સંચાલકે આર્થિક જરૂરિયાતના બહાને પૈસા લીધા બાદ ગાયબ
Suratના અંબાજી રોડ સ્થિત રતન શંકર માસ્તરની શેરીમાં રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી અને શીવ બાબા સાર્વજનિક ટ્રસ્ટ ચલાવતા રેખા નરેન્દ્ર બંગાળી (ઉ.વ. પર) નો દસ વર્ષ અગાઉ પાંડેસરા સ્થિત પાણીની ટાંકી નજીક હૂ મન એન્ડ નેચરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન નામે એન.જી.ઓ ચલાવતા હિતેશ રમેશ (ઉ.વ.૪૩ રહે. કૃષ્ણનગર સોસાયટી, લક્ષ્મી હોટલ પાસે, વરાછા) સાથે પરિચય થયો હતો. જે અંતર્ગત એન.જી.ઓના કામકાજ અર્થે બંનેની વારંવાર મુલાકાત થતી હતી.
| દરમિયાનમાં જુલાઈ ૨૦૧૭ માં હિતેશને આર્થિક જરૂરિયાત ઉભી થતા ટુકડે-ટુકડે રોકડા રૂ. ૮ લાખ અને ઓગસ્ટ ૨૦૨૩ માં રેખાબેને પોતાના ૧૩૭.પર ગ્રામ વજનના રૂ. ૮ લાખની કિંમતના દાગીના મળી કુલ રૂ. ૧૬ લાખ આપ્યા હતા. આ રકમ ત્રણ મહિનામાં બલર | પરત આપવાનો વાયદો કયી હતો પરંતુ ત્યાર બાદ હિતેશે ફોન રિસીવ કરવાનું બંધ કરી દેતા રેખાબેને તેના ઘરે જઈ તપાસ કરી હતી. પરંતુ હિતેશ તેનું ઘર બંધ કરી અન્ય ઠેકાણે રહેવા ચાલ્યો ગયો હતો