Ankleshwar જીઆઇડીસીમાં ફરી એકવાર દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં, જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા છે.
એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થવાની વાત સામે આવી છે અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતાં દોડધામ મચી ગઈ હતી. ખુવાજ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે.
ફાયર સેફટી એન્ડ હેલ્થ ટીમ બનાવની જાણ થતાંની સાથે જ ઘટના સ્થળે પહોંચી છે. તો બીજી તરફ પોલીસકાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતાં જ લોકોનાં ટોળાં પણ કંપની બહાર એકઠાં થઈ ગયાં છે.ધમાકાનો અવાજ ખુબજ પ્રચંડ હોવાથી લોકોમાં ડરનો માહોલ પ્રસરી ગયો