અમદાવાદ, સામાન્ય તાવ, માથું દુઃખવામાં antibiotics લઇ રહ્યા હોવ તો ચેતી જવાની જરૂર છે. મનફાવે તેમ એન્ટિબાયોટિક્સ લેવાથી એક વર્ષમાં ૪૯ લાખ લોકોના મૃત્યુ થયા છે.
એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સથી એક વર્ષમાં ૪૯ લાખથી વધુ લોકોના મૃત્યુ
એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ આજના, સમયનો સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. antibiotics રેઝિસ્ટન્સ વૈશ્વિક વસતી માટે ગંભીર ખતરો છે. વર્ષ ૨૦૧૯માં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સથી ૪૯ લાખ લોકોના મૃત્યુ થયા છે. વિસ્ટા પૈકી સાથે લાખ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સાથે સીધા સંકળાયેલા છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં મૃત્યુઆંક ૧કરોડને પાર જઈ શકેછે. એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સના જોખમને ધ્યાનમાં રાખીને ઈન્ડિય મેડિકલ એસોસિયેશન દ્વારા વર્કશોપનું આયોજન કરાયું હતું.
જેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડો. અનુજ શર્મા, આઈએમએના ડો. નરેન્દ્ર સૈની, માનદ મંત્રી ડો. અનીલ નાયક, ડો. મેહુલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં ઉપસ્થિત તજજ્ઞોના મતે તમારે એ જ દવાનો ડોઝ લેવો જોઈએ, જે ડોક્ટરે આપ્યો હોય. તકલીફ વધે તો પણ ડોઝ વધારો નહીં, તેનાથી લિવરને નુકસાન થઈ શકે છે