સુરત અન્ય રોગો ની સરખામણીમાં HIV અને એઈડ્સ દદીઓને સમાજ વચ્ચે જીવવામાં અનેક માનસિક તાણમાંથી પસાર થવું પડે છે. આ દદીઓના ચારિત્ર અંગે અનેક પ્રકારની શંકાઓ કરવામાં આવે છે. આ વર્ષે સાચો રસ્તો પકડો, મારું સ્વાસ્થ્ય, મારો અધિકારના સૂત્રોથી ૧લી ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. સુરત શહેર અને સુરત જિલ્લામાં એચઆઈવી પીડાતા ૨૭૦૦૦ દદીઓ સારવાર લઈ રહ્યા છે.
હાલમાં ૨૪ ગર્ભવતી મહિલાઓ સહિત એક વર્ષમાં એચઆઈવગ્રસ્ત ૫૯ ગર્ભવતી મહિલાઓંએ સારવાર લીધી જાતીય રોગની સારવાર અને જોખમી બાદ સુરત શહેર અને સુરત જિલ્લામાં ૨૭ જૂથોમાં જોવા કે સેક્સ વર્કર, હોમોસેક્સ્યુઅલ, ઈન્જેક્શન દ્વારા નશો કરનાર વ્યક્તિઓ, ડ્રાઈવર સહિતના વ્યક્તિઓનુ સમુદાય બનાવવામાં આવે અને તેમના માટે કોઈને શયમ સેવક બનાવવામાં આવે. બાદમાં કેવો ગુપની જવાબદારી થઈ શકે અને એચઆઇવી અટકાવવા આ અંગે જાગૃતિ ફેલાવે એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓનું નેટવર્ક બન્યું છે અને એચઆઇવી અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. જયારે ગુજરાતમાં ૧ લાખથી વધુ દર્દીઓ હશે.
જેમાં સૌથી વધુ અમદાવાદ હજાર વ્યક્તિઓએ એચઆઇવીની બીમારીથી પીડાઈ રહ્યા છે. જ્યારે એક વર્ષમાં HIV ગ્રસ્ત ૫૯ ગર્ભવતી મહિલાઓને એચઆઈવી અંગેની યોગ્ય સારવાર શરૂ કરી હતી અને નિયમિત તપાસ કરવામાં આવી હતી. બાદ આ મહિલાઓની પ્રસુતિ થતા ૬૦ બાળકો એચઆઈવી મુક્ત બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક મહિલાને જુડવા બાળકને જન્મ આપ્યો હોવાનું ડિસ્ટીક ટી.બી-એઈડસ પ્રિવેન્શન એન્ડ કેન્ટ્રોલ વિભાગના અધિકારી ડો. | દિનેશ વસાવા કહ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા એઇડ્સ અંગે જાગૃતિ માટે રેલી કાઢશે પાલિકા, સુરત જીલ્લા, વિભાગીય કચેરીના સહિતના અધિકારી અને સ્ટાફ દ્રારા એઇડ્સ અંગે જાગૃતિ આવે તે માટે સુરત રેલવે સ્ટેશન પાસે રેલી કાઢવામાં આવશે. એટલું નહી પણ નવા બંધાતા બ્રીજ સહિતના બાંધાકામ વાળી જગ્યાએ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જઈને ત્યાં કામ કરતા શ્રમજીવી સહિતના લોકો એઇડ્સ અંગે માર્ગદર્શન અને ટેસ્ટીંગ કરવામાં આવશે. એવુ અધિકારીએ જણાવ્યું હતું.