આમ આદમી પાર્ટીના Gujarat પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ અત્યંત ગંભીર ઘટના પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય અમિત શાહ પાસે હોય ત્યારે વિપક્ષી નેતાઓ પર હુમલા થાય તેમાં કોઈ નવાઈની વાત નથી. અરવિંદ કેજરીવાલ પર 35 દિવસમાં ત્રીજો હુમલો કરવામાં આવ્યો. વારંવાર અરવિંદ કેજરીવાલજી પર હુમલા થઈ રહ્યા છે, વારંવાર તેમને અટકાવવાની અને તેમની હત્યા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલએ દિલ્હીમાં સારી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી, સારા મોહલ્લા ક્લિનિક બનાવ્યા, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા ઉભી કરી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું. દિલ્હીમાં મહિલાઓને બસ સુવિધા ફ્રી છે અને પ્રતિમાસ ₹1,000 આપવાની પણ કવાયત ચાલી રહી છે, સાથે સાથે દિલ્હીમાં વીજળી અને પાણી ફ્રી છે અને ભાજપ આવી સુવિધાઓ અને વ્યવસ્થા આપી શકવાનું નથી.
આજે અરવિંદ કેજરીવાલ એક રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સુરક્ષિત નથી. ત્રણ વાર અરવિંદ કેજરીવાલ પર હુમલા કરવામાં આવ્યા. ગૃહમંત્રી અમિત શાહના ઘરથી 20 કિલોમીટર દૂર વેપારીઓ પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે. ગુજરાતની સાબરમતી જેલમાં બેસીને લોરેન્સ બિસનોઈ આખા દેશનું નેટવર્ક ચલાવે છે. અમિત શાહ તમારા પાસે કાયદો અને વ્યવસ્થા છે અને તમે એ પણ નથી સંભાળી શકતા. આજે દેશ અને દુનિયામાં તમારા કારણે દેશને સુરક્ષા વ્યવસ્થાની બદનામી થઈ રહી છે. ભાજપે અરવિંદ કેજરીવાલજીની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું છે.
અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિ કરે છે માટે તમે તેમને ચૂંટણીમાં હરાવી શકતા નથી. અરવિંદ કેજરીવાલની રાજનીતિ આજે દેશ અને દુનિયાએ અપનાવી. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભાજપે અરવિંદ કેજરીવાલજીની યોજનાઓ અપનાવી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને તમે ટક્કર નથી આપી શકતા શું તેને માટે તેમની હત્યા કરવાની કોશિશ કરી રહ્યા છો? અરવિંદ કેજરીવાલ પર હનુમાનજીના આશીર્વાદ છે. દિલ્હીના લોકો ભાજપની ગંદી રાજનીતિનો જવાબ વોટથી આપશે