Gujarat: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં હવામાનને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં હવામાન વિભાગે તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું હતું. નલિયામાં 13.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.