Surat: પાર્લે પોઈન્ટના ૯૦ વષીય વયોવૃદ્ધને ૧૫ દિવસ ડીજીટલ એરેસ્ટ કરી રૂ.૧.૧૫ કરોડ પડાવનાર ટોળકીમાં દુબઈના રોનીની સંડોવણી બહાર આવતા સાયબર ક્રાઈમે તેને પણ વોન્ટેડ જાહેર કયી છે.

Surat: એકાઉન્ટ ધારકો જે પૈસા આપતા તે પૈસા પાર્થની સૂચના મુજબ નરેશ સુરાણી રાજેશ દિહોરાને યુએસડીટી ખરીદવા આપતો હતો સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો ક્રાઈમ દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાર્લે પોઈન્ટના ८० વષીય વયોવૃદ્ધને કુરીયર કંપનીના કર્મચારી તરીકે ફોન કરી બૈજીંગ મોકલેલા પાર્સલમાં ૪૦૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ છે અને તમારા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરીંગ માટે થયો છે. કહી સીબીઆઈ, ઈડી અને મુંબઈ પોલીસના નામે ધમકી આપી ૧૫ દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી સાયબર માફીયાઓએ કાર્યવાહીથી બચવા સિક્યુરીટી ડિપોઝીટ પેટે રૂ.૧.૧૫ કરોડ પડાવ્યા હતા.ત્યાર બાદ સુપ્રિમ કોર્ટનો લેટર મોકલી વધુ રૂ.૪૦ લાખ ભરવા કહેતા વૃદ્ધ સગા સંબંધીઓ પાસે પૈસા માંગતા હતા તેની જાણ પુત્રને થતા પૂછ્યું ત્યારે તેને જાણ થતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સાયબર પોલીસે આ બનાવમાં દિપક પવારની ફરિયાદના આધારે બાઈક ચલાવતા દાઢીવાળા યુવાન અને ફાયરીંગ કરનાર મોઢા ઉપર માસ્ક પહેરેલા યુવાન વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસને ફાઈનાન્સર દિપક પવારની પુછપરછમાં કોઈ ચોક્કસ કડી મળી નથી.જોકે, પોલીસે કેટલાક શકમંદો ફરતે તપાસ કેન્દ્રીત કરી છે.આ તરફ તપાસમાં ઉધના પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ છે.વધુ તપાસ પીઆઈ એસ.એન.દેસાઈ કરી રહ્યા છે.

પોલીસે આ ટોળકીના મૂળ સૌરાષ્ટ્રના પાંચ સાગરીત બેન્કમાંથી પૈસા ઉપાડતા હતા ત્યારે જ રંગેહાથ ઝડપી [ પાડી મૂળ સુરતના અને હાલ કંબોડીયામાં રહી આખું નેટવર્ક ઓપરેટ કરતા પાર્થ ઉર્ફે મોડલ ગોપાણીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, સાયબર ક્રાઈમની તપાસમાં દુબઈમાં રહેતા રોનીની પણ સંડોવણી બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.એકાઉન્ટ ધારકો જે પૈસા આપતા તે પૈસા પાર્થની સૂચના મુજબ નરેશ સુરાણી રાજેશ દિહોરાને યુએસડીટી ખરીદવા આપતો હતો અને પાર્થ ઉર્ફે મોડલ ગોપાણી અને તેનો પાર્ટનર રોની જે વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરવા કહે તેમાં વેપારી રાજેશ દિહોરા ટ્રાન્સફર કરતો હતો.જોકે, સાયબર ક્રાઈમે ઝડપેલા આરોપીઓ પાર્થની જેમ રોની અંગે વધુ કશું જાણતા નથી.