Ponzi scam: કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ કરવામાં આવી છે. ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે
કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ કરવામાં આવી છે. CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ 316 (5), 318 (4) 61 (2)ની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ અને BZ ગ્રુપે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ઓફિસો ખોલી ફ્રોડ કર્યાનો આરોપ છે. CID ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર ફરિયાદી બન્યા હતા. ભૂપેન્દ્રસિંહ સહિત તેના મળતિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
સાબરકાંઠાનો ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો શોખીન હોવાનો ખુલાસો થયો છે. ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કરોડો રૂપિયાની વૈભવી કાર છે. ઠગ ભૂપેન્દ્રસિંહને લેક્સસ, લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારના શોખ છે. એટલું જ નહી જન્મદિવસની ઉજવણી સમયે ઠગ ભૂપેન્દ્ર ઝાલાએ સોનાનો તાજ પહેર્યો છે. સોનાનો તાજ પહેરી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ જન્મદિવસની ઉજવણી કરી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ ધારાસભ્યએ કર્યું હતું. બાયાડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ પોન્ઝી સ્કીમનું માર્કેટિંગ કર્યું હતું. BZ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ધવલસિંહ ઝાલા કહ્યું હતું કે એકના બે અને બે ના ચાર કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે. કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી. જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે.