Gujaratમાં મેડિકલ ટૂરિઝમ વિકસાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયમાં થયેલા અંધાપાકાંડ, ખ્યાતિકાંડે આરોગ્ય વ્યવસ્થાની પોલ ઉઘાડી પાડી દીધી છે. છેલ્લા બે વર્ષમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારીથી ૧૧ વ્યક્તિએ આંશિક દ્રષ્ટિ ગુમાવી હોવાનું સામે આવ્યું છે. મોતિયાના ઓપરેશનમાં સારવારમાં બેદરકારી દાખવાતા ૬૦થી વધુ દર્દીની સ્થિતિ બગડી હતી

Gujaratમાં આ વર્ષે જ ૩ વખત અંધાપાકાંડ જેવી સ્થિતિ સર્જાઈ છે.

જેમાં જાન્યુઆરી, ૨૦૨૪માં માંડલ, ફેબ્રુઆરીમાં રાધનપુર, સપ્ટેમ્બરમાં જસદણ તાલુકાના વીરનગર ગામમાં અંપાકાડ થયો હતો. આ ઉપરાંત બે વર્ષ અગાઉ અમરેલીમાં પણ અંધાપાકાંડ થયેલો હતો. આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મોતિયાના ઓપરેશનમાં બેદરકારી બદલ બે વર્ષમાં ૬૦દર્દીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ સિવિલ હોસ્પિટ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પૈકી ૧૧ દર્દીએ જે આંખમાં | મોતિયાનું ઓપરેશન કરાવ્યું ત્યાંની દ્રષ્ટિ | ગુમાવી છે. દર્દીઓના ઓપરેશન કરાયા તે પૈકીના કેટલાક ઓપરેશન થિયેટરમાંથી | બેક્ટેરિયા અને ફંગશ મળી આવ્યા હતા.