Lathi તાલુકાના શાખપુર ગામે ગર્ભવતી મહિલાએ પતિ પાસે સોનોગ્રાફી કરવા માટે નાણાં માંગતા પતિ સહિતના સાસરિયાઓએ બાપના ઘરે જતી રહે તેમ કહીને લાકડાના ધોકા વડે મારમારી ત્રાસ આપ્યો હતો.જેને લઈને દામનગર પોલીસ મથક ખાતે ૪ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Lathi: સાસુએ મહિલાના પગ પકડી રાખ્યા, પતિએ ધોકાથી મારકૂટ કરી, સસરા – જેઠે ગાળો ભાંડ્યાની ફરિયાદ
પ્રાપ્ત માહિતી પ્રમાણે, લાઠી તાલુકાના શાખપુર ગામની પરિણીતા જાગૃતિબેન પ્રવીણભાઈ સોલંકી ગર્ભવતી હોવાને કારણે સોનોગ્રાફી કરવા માટે તેના પતિ પાસે રૂપિયા માંગતા તેના પતિ પ્રવીણભાઈ દ્વારા તેને કહેતું કે, તારા પિતાના ઘરે જતી રહે, તારા પિતાએ ખર્ચ કરવાનો છે.
જોકે મહિલાએ લગ્ન કર્યા તમારે ખર્ચ કરવાનો હોય તેવો જવાબ આપતા ઉશ્કેરાયેલા પતિએ મહિલાને અપશબ્દો કહ્યા હતા અને ઉમાં સોલંકીએ મહિલાનો પગ પકડી તેના પતિએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. સસરા સોમાભાઈ અને જેઠ રાકેશભાઈ દ્વારા મહિલાને અપશબ્દો કહીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને ચારે’ય સાસરિયાઓ વિરૂદ્ધ દામનગર પોલીસ મથક ખાતે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.