Gujarat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. 

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવેમ્બર-૨૦૨૪નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૮મી નવેમ્બરે યોજાશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૮મી નવેમ્બરે બપોરે  રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૮મી નવેમ્બરે સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.