Positive news: તાલાલા તાલુકાના મોરૂકા ગામના વતની અને હાલ મેંદરડામાં રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા શાંતાબા ટપુભાઈ પાઘડાર ૧૦૬ વર્ષની ઉંમરે પણ નિરોગી જીવન વિતાવી રહ્યા છે. તેઓએ પરિવારની પાંચ પેઢી જોઈ છે અને બધાજ પ્રસંગમાં ઉલ્લાસપુર્વક જોડાયેલા રહે છે.

Positive news: પરિવારની પાંચ પેઢી સાથે સુખમય જીવન વિતાવે છે

તેઓ કહે છે કે, બાળપણ અને જુવાનીમાં ઘણી મજૂરી અને મહેનત અને ઘરનું સાત્વિક ભોજન જ લેવાને લીધે આ ઉંમરે પણ શરીર નિરોગી રહ્યું છે. મારા શરીરમાં બીપી, ડાયાબીટીસ કે બીજા કોઈ રોગ નથી. હજુ ચાલવામાં લાકડીની જરૂર રહેતી નથી. દૂર સુધી દેખાવામાં આંખને કોઈ તકલીફ નથી, કાને સારી રીતે સાંભળી શકાય છે અને તેઓ પોતાનું બધુ જ કામ જાતે જ કરે છે. શરીર સ્વસ્થ હોય તો બધું સલામત છે, આર્વી કહેવતોને શાંતાબાએ ખરેખર સાબિત કરી બતાવી છે.