Wankaner: ચંદ્રપુર ધ્યાચીયુ સીમમાં વાડીમાં માલઢોર કેમ આવવા દીધા કહીને મારામારી થવા પામી હતી જેમાં બંને પક્ષે મહિલાઓ સહિતનાઓએ છુટા હાથની મારામારી કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાવી છે. મારામારીમાં દને ઈજા થઈ હતી.

૬ને થયેલી ઈજા : બન્ને પક્ષના મળી ૧૨ શખ્સો સામે પોલીસ દ્વારા ગુનો દર્જ

Wankanerના ચંદ્રપુર ગામે રહેતા અલાવદીન માહમદ ખોરજીયાએ આરોપીઓ અલી રફીક, અફઝલ દાઉદ, સોયબ રફીક, મમુબેનનો દીકરો રફીક, મરીયમબેન સંધી, તેની દીકરી નસીમ અને રીક્ષા ડ્રાઈવર અલી ઉર્ફે અમન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીના માલઢોર ફરિયાદીની વાડીમાં જતા ફરિયાદીના પત્નીએ વાડીમાં કેમ માલઢોર આવવા | દીધા કહેતા સારું નહિ લાગતા તમામ આરોપીઓએ પાઈપ ને લાકડી વડે ફરિયાદી અલાવદીન, રોશનબેન અને ઈબ્રાહીમને માર મારી ઈજા કરી હતી.

જયારે સામાપક્ષે મરિયમબેન ઉર્ફે હબીબ વિકીયાણીએ આરોપીઓ અલાવદીન, તેની પન્ની રોશનબેન, ઈબ્રાહીમ માહમદ, રીઝવાનાબેન, સાલેહભાઈ ઈબ્રાહીમભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પૌત્ર અને ભાણેજ માલઢોર ચરાવવા ગયા હતા ત્યારે ધ્યાન ના રહેતા વાડીમાં માલઢોર જતા રહેતા સારું નહિ લાગતા આરોપીઓએ પાવડા, લાકડાના ધોકા અને પાઈપ વડે ફરિયાદી મરીયમબેન, અલીભાઈને, અમન ઉર્ફે અલીને માર મારી ગાળો આપી હતી વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ તપાસ ચલાવી છે.