સાંસદ Mansukh Vasavaએ ખનીજ માફિયાઓને લઇને પ્રતિક્રિયા આપી છે. પ્રિતિક્રિયા આપતા તેમને જણાવ્યું કે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર લોકોનાં મૃત્યુ પામ્યા હતા જેને લઈને જીલ્લાનાં ધારાસભ્યો તથા મે સ્વયં જીલ્લા સંકલનની મીટીંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સમગ્ર નર્મદા કાંઠે, નર્મદા જીલ્લા, વડોદરા જીલ્લા અને ભરૂચ જીલ્લામાં આવા ખાડા માં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ૨૫-૩૦ મોટી મશીન બોટ (બાજ) ત્રણે જીલ્લામાં ચાલે છે જે બંધ કરાવું જોઈએ. સંકલનમાં આટલી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રીતે રેતી કાઢવાનું કાર્ય ચાલુ છે.

ગઈકાલે મેં ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર નું ધ્યાન દોર્યું.

કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ અધિકારી, મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વ્હેલી સવારે છ વાગે આ ટીમ ઘટના સ્થાને પહોંચીને એ રેત માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે ગઈકાલે પણ નાના વાસણામાં જ્યાં લીજ મંજૂર નથી થઈ તેવી જગ્યા એ થી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અને ભરૂચ જીલ્લાની હદ માંથી રેતી કાઢી રહ્યા હતા ગઈ કાલે પણ નાના વાસણા ગામે કલેકટરએ ખાણ ખનીજ, પ્રાંત અને મામલતદાર ની ટીમ ને મોકલ્યા હતા પણ આ ટીમ એ કાર્યવાહી કરવાનાં બદલે એમને ભગાડી મૂક્યા હતાં.

મારું સ્પષ્ટ માનવું છે ત્રણે જિલ્લાનાં કલેકટર, પ્રાંત, ખાણ ખનીજ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને જીલ્લા પંચાયતના અઘિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓ મીલીભગત થી આ રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસરની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે.

નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પૂલિયાઓ બનાવી દીધા છે જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે આ બધી બાબત ની વારંવાર આ ત્રણે જિલ્લાનાં વહીવટી અઘિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે, પણ આ બધાને રેત માફિયાઓ દર મહિને લાખો રૂપિયા નાં હપ્તા આપે છે જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને એમની મરજી મુજબ મન ફાવે ત્યાં થી રેતી કાઢે છે.

આ બાબતે હું માનનીય મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરીશ કે રાજ્ય લેવલની ટીમ બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય.