Amreli: જિલ્લાના ધારી પંથકમાં ગાંજાના વાવેતર પર એસઓજીત્રાટકી હતી. ધારીના નવી વસાહત વિસ્તારમાં એક ખેતરમાંથી તુવેરની આડમાં વાવવામાં આવેલ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પડયું હતું.આ અંગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Amreli: ૧.૧૭ લાખના ૧૧૭ કિલો વજનના ગાંજાના છોડ કબજે કરી પોલીસે આરોપીને ઝડપી પૂરછપરછ હાથ ધરી

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધારી વિસ્તારમાં ગાંજાનું વાવેતર થયું હોવાની બાતમીના આધારે ધારીના નવી વસાહત વિસ્તારમાં આવેલ પાણીના ટાંકા નજીક રમેશભાઈ અરજણભાઈ વેકરીયા (ઉ.વ.૪૮)નાખેતરમાં એસઓજીની ટીમ ત્રાટકી હતી. અહીં તુવેરની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું.રેઈડમાં પોલીસને ૩૪૦ ગાંજાના લીલા છોડ ઝડપી પાડયા હતા.જેનો કુલ વજન ૧૧૭ કિલો અંદાજિત કિંમત રૂ. ૧,૧૭,૦૦૦ નો મુદામાલ પોલીસને હાથ લાગ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી અને ગુન્હો નોંધવા સહિતના મુદ્દે તજવીજ હાથ ધરી હતી. તેમજ ગાંજાના વાવેતર અને વેચાણ સહિતની બાબતને પુછપરછ શરુ કરવામાં આવી છે.