લોકગાયીકા Geeta રબારીના કૌટુંબીક ભાઈનું જૂનાગઢની રેલ્વે સ્ટેશન નજીક આવેલી હોટલમાં અચાનક જ મૃત્યું થતા દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તબક્કે તેમને એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે.

છાતીમાં દુઃખાર્વો ઉપડતાં એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન

Geeta રબારી અને તેમની ટીમ, જૂનાગઢની હોટલમાં રોકાયા હતા. સતત તેમની સાથે રહેતા તેમના કૌટુંબીક ભાઈ મહેશભાઈ રબારીનું હોટલમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થતા મોત થયું હતું. બાદમાં તેની સાથે રહેલા લોકો તાબડતોબ મહેશભાઈને જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં તપાસ અર્થે લઈ | ગયા હતા.

ત્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મહેશભાઈનો મૃતદેહ લઈ તેમના સ્વજનો કચ્છ જવા રવાના થયા હતા જ્યાં તેમની અંતિમવિધી સહિતની ક્રિયા હાથ ધરવામાં આવશે. ગીતાબેનના કૌટુંબીક ભાઈના નિધનથી તેમના પરિવારજનો તથા કલાકારોમાં | ગમગીની વ્યાપી ગઈ હતી.