Surat શહેરના અલગ-અલગ વિસ્તારના ૬૨ વિવર્સ પાસેથી રૂ. ૪.૧૭ કરોડથી કાપડ ખરીદી રાતોરાત સારોલીની રાજ ટેક્સટાઇલમાં પર્ચેઝ ઓફિસ અને વેસુના એટલાન્ટા બિઝનેશ હબની ઓફિસને તાળા મારી ભુગર્ભમાં ઉતરી જનાર પારકો એક્સપોર્ટ પ્રા. લિ. ની પી.આર.ઓ યુવતીની ઈકો સેલ દ્વારા ધરપકડ બાદ જામીન મુક્ત કરવામાં આવી છે.
Surat: સંચાલક રાકેશ સોઢીના મકાનનો ભાડા કરાર બનાવ્યો હતો આગોતરા મેળવી હાજર થતા પોલીસે જામીન મુક્ત કરી
સારોલીની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પર્ચેઝ ઓફિસ અને વેસુના એટલાન્ટા બિઝનેશ હબમાં ઓફિસ ધરાવતા પારકો એક્સપોર્ટ પ્રા. લિ.ના સંચાલકોએ સાયણ નજીક દેલાડ પાટિયા ખાતે શ્રી ગણેશ ફેબ્રિક્સ અને જીગી ફેબ્રિક્સ નામે કારખાનું ધરાવતા અને ઉધનાના આંજણા ફાર્મ સ્થિત કલ્યાણી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટટમાં ઓફિસ ધરાવતા ફેનીલ તડકેશ્વરવાલા સહિત ૬૨। વિવર્સ પાસેથી રૂ.૪.૧૭ કરોડનું કાપડ ખરીદી પેમેન્ટ ચુકવ્યા વિના ભુગર્ભમાં ગયા હતા.
આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા ગુનાની તપાસ અંતર્ગત ઇકો સેલ દ્વારા હરિયાણાની જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં કેદ એવા માસ્ટર માઇન્ડ કંપનીના સીઇઓ ખેલસિંહ ઉર્ફે ખેલુ લ ઉર્ફે ઉર્ફે કરણ કરણ વર્મા ઉર્ફે ‘કેશસિંહ સોઢી મલિકસિંહ જાટ (ઉ.વ. ૪૩ રહે.માલકોષ, તા. ચિરખી, દાદરી, હરિયાણા) ની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી હતી. બહુનામધારી અને જેના વિરૂધ્ધ દિલ્હી અને હરિયાણામાં પાંચથી સાત ગુના નોંધાયેલા છે તે રાકેશ સોઢીની પૂછપરછમાં કંપનીની પી.આર.ઓ સિમરન હેમરાજસિંહજી રાણા (ઉ.વ.૨૫ રહે. શામીયાના પેલેસ, ઉતરી | મોરાભાગળ)એ રાકેશના રહેણાંક મકાનનો ભાડા કરાર બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસ સિમરનને શોધી રહી હતી તે દરમિયાન તેણી આગોતરા જામીન મેળવી પોલીસ સમક્ષ હાજર થઈ હતી.