સિહોર તાલુકાના વરલ ગામના વતની અને હાલ Bhavnagar સ્થિત માતૃશ્રી કમળાબહેન હિંમતલાલ ફતેચંદ શાહ પરિવાર દ્વારા શત્રુંજય તીર્થની ધન્યધરા પર આદિ આનંદ ઉપધાન તપનગરમાં ભાગવતી પ્રવજયા નિમીત્તે જૈનાચાર્યોની પાવનકારી નિશ્રામાં આગામી તા.૨૭ થી તા.૨૮ નવેમ્બર દરમિયાન દિક્ષા મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સોમવારે મુમુક્ષુ ગૃહત્યાગ કરશે. આ સાથે વર્ષીદાનનો વરઘોડો નિકળશે.

Bhavnagar: જૈનાચાર્યોની નિશ્રામાં શત્રુંજય તીર્થની ધન્યધરા પર ભાગવતી પ્રવજયા મહોત્સવ

જૈન સમાજમાં દિક્ષા એક એવુ વિશિષ્ઠ | તપ છે કે જે વ્યકિતને સંયમ શીખવાડે છે. ગમે તેવી સુખસાહ્યબી હોય પણ એક દિવસ તો । તમામ છોડીને સૌ કોઈને જવાનુ જ છે તો પછી આજે કેમ નહિ.ભાવનગરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારની બી.સી.એ.નો અભ્યાસક્રમપુર્ણ કરનારી દિકરી મોહમાયાભર્યો સંસાર છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે. આચાર્ય ભગવંત વિજય રત્નચંદ્રસુરીશ્વર જી મ.સા. (ડહેલાવાળા)આદિ વિશાળ શ્રમણ શ્રમણીવૃંદની નિશ્રામાં વરલ નિવાસી હાલ ભાવનગર નિલમબહેન અને રાજેશકુમારની શાહની પુત્રી મુમુક્ષુકુ.રિધિ શાહની પાવન ભાગવતી પ્રવજયા પૂ.ગુરૂદેવોએ આપેલા મુર્હુત અનુસાર સિધ્ધગિરિની છત્રછાયામાં પાલિતાણામાં કસ્તુરધામ, હાડેચા ભવનમાં આદિ આનંદનગરીમાં ઉજવાશે.

આ દિક્ષાની સાથે કુ.રિધ્ધિની સહાધ્યાયી- સહવર્તી મુમુક્ષુ કુ.કાવ્યા વિજયકુમાર દોશી (થરાદ)ની દિક્ષા પણ આ અવસરે યોજાશે. ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારી ફતેચંદ મોતીચંદ શાહ પરિવાર દ્વારા આયોજિત આ ત્રિ- દિવસીય ભાગવતી પ્રવજયા મહોત્સવ અંતગર્ત આગામી તા. ૨૭,૧૧ ને બુધવારે સવારે ૯-૩૦ કલાકે ઉપકરણ વંદનાવલિ તથા છાબ ભરવાનો પુણ્ય પ્રસંગ ઉજવાશે.