Rajkotનાં આંગણે રામકથાનો પ્રારંભ થતા જ દેશ વિદેશનાં સંખ્યાબંધ ભાવિકોની સાથે સૌરાષ્ટ્ર – ગુજરાતનાં અંતરિયાળ વિસ્તારમાંથી અનેક શ્રધ્ધાળુ ભાવિકો રેસકોર્સ સ્થિત નવનિર્મિત અયોધ્યાપુરમ ખાતે આવી પહોંચ્યા હતાં.

Rajkot: ક્યારેય નિશાળે નથી ગયો પરંતુ જીવનના સાચા પાઠ રામકથા સાંભળી શિખ્યો છું: દ્વારકાના લક્ષ્મણભાઈ

રેસકોર્સ મેદાનમાં ચારે બાજુ વડીલો, સીનીયર સીટીઝનો, મોટી ઉંમરનાં બહેનોની સાથે યુવાન શ્રોતાઓથી કથા મંડપ સાંજે છલોછલ ભરાઈ ગયો હતો. શહેરનાં પ્રતિષ્ઠીત આગેવાનો, મહેમાનો અને મહાનુભાવોની સાથે વિદેશથી આવેલા અતિથિઓનું યજમાનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતં. શિયાળાની સીઝનમાં ખેતીનું કામ ધમધમાટ ચાલતુ હોવા છતાં ઘણાં ખેડૂત પરિવારો આ કામ પરીવારનાં અન્ય સભ્યોને સોંપીને કથા સાંભળવા પહોંચ્યા હતાં.

દ્વારકામાં રહેતા લક્ષ્મણભાઈ સથવારાએ જણાવ્યું હતું કે, કળીયુગમાં રામકથાનું શ્રવણકાર્ય મારા માટે આદર્શ રહ્યું છે. હું દરેક રામકથામાં જાવછું ભણ્યો ભલે નથી પરંતુ રામ નામનો મહિમા જાણવા સ્વ ખર્ચે ગૌહાટી, ત્રિવેન્દ્રમ સહિતની અનેક કથા સાંભળી છે. હમણાં ઋષિકેશમાં કથા હતી તે સાંભળ્યા બાદ હવે તામિલનાડુમાં પણ પુ. બાપુની કથા સાંભળવા જઈશ. જસદણ, અમરેલી, જામનગર, પોરબંદર મોરબી સહિત જુદા જુદા વિસ્તારમાંથી માવતરને લઈને આવેલા યુવાન ભાઈ બહેનો માટે રામકથા સાંભળવા પરિવારજનોને અહીં લાવવા એ । ઉતમ સેવાકાર્ય હોવાનું જણાવ્યું હતું.