Banaskantha Vav byElection Live 2024: વાવના ત્રિપાંખિયા જંગ વચ્ચે BJP ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ મેદાને છે.

વાવામાં સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. 23મા રાઉન્ડમાં નસીબ ચમક્યુ. વાવમાં બીજેપી 1300 વોટથી જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, 20માં રાઉન્ડના અંતે કોંગ્રેસ 3613 મતોથી આગળ છે. કોંગ્રેસની લીડ 2133 ઘટી છે. જેને લઈને કોંગ્રેસમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 16 રાઉન્ડ બાદ ભાજપે રોકેટ સ્પીડે લીડ પકડી છે. જેને કારણે કોંગ્રેસ ચિંતમાં મૂકાઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાલનપુર પહોંચી પાતાશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. જોકે તે બાદ પાલનપુરના લક્ષ્મીપુરા ગામે પહોંચેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, લોકોએ મને અપાર સાથ આપ્યો છે. કોંગ્રેસ અને અપક્ષ ભલે ગમેતે દાવા કરે પણ જીત મારી જ થશે. મોદી સાહેબના વિકાસના કામોની જીત થશે.હું સારા મતોથી જીતીશ અને જીત્યા બાદ વાવના અનેક ખેડૂતો, પાણી, સિંચાઈ અને કેનાલોના કામો બાકી છે તે પહેલાં કરીશ. મારો જીતનો વરઘોડો મતગણતરી કેન્દ્રથી પાલનપુર થઈને ગેળા હનુમાન જશે અને ભગવાનના દર્શન કરીને વાવ જશે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પાલનપુરની જગાણા એન્જીનીયરીંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. સો પ્રથમ 130 બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાઈ છે. 14 ટેબલ ઉપર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ છે.