Banaskantha Vav byElection Live 2024: વાવના ત્રિપાંખિયા જંગનું આજે પરિણામ જાહેર થશે. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ મેદાને છે. ત્રણેય ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.
20માં રાઉન્ડના અંતે કોંગ્રેસ 3613 મતોથી આગળ છે. કોંગ્રેસની લીડ 2133 ઘટી છે. જેને લઈને કોંગ્રેસમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 16 રાઉન્ડ બાદ ભાજપે રોકેટ સ્પીડે લીડ પકડી છે. જેને કારણે કોંગ્રેસ ચિંતમાં મૂકાઈ ગયું છે.. 21 મા રાઉન્ડના અંતે કોંગ્રેસ માત્ર 600 મતથી આગળ છે. હજી બીજા 4 રાઉન્ડની મતગણતરી બાકી છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જ્યાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે ભલે હું હાલ પાછળ ચાલતો હોય, પણ મારી જીત જ થશે હાલ જે બુથો ખુલી રહ્યા છે તે પછીના બુથોમાં મને વધુ મતો મળશે. શંકર ચૌધરીની સભા બાદ મારા વોટ વહેંચાયા એ ફક્ત વાતો છે. તમે હજુ પરિણામ આવવા દો જીત મારી નિશ્ચિત જ છે.