Vadodara: ઝુમકાર એપ્લિકેશન દ્વારા ભાડેથી કાર મેળવી લોકો સાથે ઠગાઈ કરનાર ભેજાબાજ અતાઉર રહેમાન સામે વધુ એક માલિકે પોતાની કાર ગુમાવી હોવાની ફરિયાદ નોધાવી હતી.

Vadodara: ડભોઈ રોડના યુવાને બલેનો કાર ગુમાવી ભેજાબાજે બોગસ આઇડી પ્રુફ રજૂ કર્યા ડભોઈરોડ પર આવેલી મહાનગર સોસાયટીમાં રહેતા રુદ્ર અશ્વિન પરમારે । અતાઉર રહેમાન ઉર્ફે અતો સાકીરભાઈ મેમણ (રહે.શાંતીવન સોસાયટી, | તાંદલજા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પોરની ખાનગી કંપની નોંકરી કરું છું, મારા પિતા રિક્ષા ચલાવે છે. પિતાએ જાન્યુઆરીમાં બલેનો કાર લીધી હતી. દરમિયાન મે ઇન્સ્ટાગ્રામ પર ઝુમકારની એક રીલ જોઈ હતી જેની જાણ મારા પિતાને કરતા તેઓ સંમત થયા હતા અને મેં ઝુમકાર એપ્લિકેશન ડાઉનલોડ કરી કાર ભાડે આપતો હતો.

તા.૧૫ ઓક્ટોબરના રોજ કાર | ભાડેનો મેસેજ આવતા મેં મહંમદઅલી નાસીર શેખ નામના શખ્સને ત્રણ દિવસ માટે ભાડે કારે આપી હતી અને તેના રૂપિયા પણ બેંકમાં જમા કરી દીધા હતાં. બાદમાં તેણે ફરીથી ફોન કરી એક દિવસ માટે કાર બુક કરાવી તે કાર લઇ ગયો હતો. સમય મુજબ કાર પરત નહી કરતા તેણે ફોન કર્યો તો જણાવ્યું કે તમારી કાર બગડી ગઈ છે અને રાજસ્થાન બાંસવાડામાં મૂકી છે, હાલ દિવાળી હોવાથી ગેરેજ બંધ છે અને દિવાળી બાદ મળશે.

હું તેને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો અથવા તે ઉપાડતો ન હતો બાદમાં જાણવા મળ્યું હતું કે અતાઉર રહેમાન નામના શખ્સે અનેક લોકો સાથે કાર ભાડે લઈને ઠગાઈ કરી છે. તેણે જ બોગસ આઇડી પ્રુફ બનાવી કાર ભાડે રાખી હતી.